સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

સિમ્પૂલાક્રા – નૂતન જાની

વંશવારસાગત રીતે મળેલી

આ ઓળખ

અભરાઈએ ઊંચી મૂકી

દેવાય તેમ નથી.

સ્હેજ પણ હાલું કે ચાલું

એ ઓળખ હોય જ

અડોઅડ, સાવ સમીપે

મારી ભીતર

અરે! એ જ

હું

દૂર ઊભી ઊભી

એને આવતી જો ઉં

વિદ્રોહના તણખા ઝરતી આંખે

ને એ તો

મને જ બાળતી ખૂલ્લે આમ

પ્રવેશી જાય

મારામાં

મારી આસપાસ

ઊભા કરી દે ધગધગતા લોહબંધ, હારબંધ

ને વટજોર આપે આદેશ

વધ આગળ

વધી શકાય તો

તર્ક અને બુદ્ધિની રાહે

જ્ઞાનના અવિચળ

આંદોલનો માંહે

આ મારું હોવાપણું

પૂર્વવર્તી છાપાઓ

ફગાવી શકવાને અસમર્થ

મને પામવા

નવયુગીન માગે

ચાલું ઠચુકઠચુકઠચુકઠચુક

કયારે તૂટશે, વછૂટશે

વંશવારસાગત રીતે

મળેલી આ ઓળખ.

** સિમ્પૂલાક્રા : (સંજ્ઞા) અનુઆધુનિકવાદ સંદર્ભે લપટી પડી ગયેલી ભાષા, જીવન અને સ્વઓળખની મથામણ, સ્થાપન અર્થે બ્રોદ્રિલોર્ડે વાપરી છે.

  • ડૉ.નૂતન જાની

Advertisements

No Responses to “સિમ્પૂલાક્રા – નૂતન જાની”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: