સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જનની

મીઠાં મધુને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલના ભરેલાં એના વેણ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

ચિતડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

ધરણીમાતાયે હશે ધ્રુજતી રે લોલ,
અચળા અચૂક માય રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે.
જનનીની જોડ સખિ! નહિ જડે રે લોલ

– બોટાદકર

Advertisements

One Response to “જનની”

  1. હૈયુ વલોવે એવુ આ મા પ્રત્યેનુ ગીત છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: