સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

ગઝલ-શૂન્ય પાલનપુરી

પરિચય છે મંદિરમાં દેવોને મારો,

અને મસ્જિદમાં ખુદા ઓળખે છે.

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે.

સુરાને ખબર છે, પીછાણે છે પ્યાલી

અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે.

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો,

મને તારું સૌ મયકદા ઓળખે છે.

અમે તો સમંદર ઉલેચ્યો છે પ્યારા,

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે

મળી છે અમોને જગા મોતીઓમાં,

તમને ફકત બુદબુદા ઓળખે છે.

તબીબોને કહી દો કે માથું ન મારે,

દરદ સાથે સીધો પરિચય છે મારે.

હકીકતમાં હું એવો રોગી છું જેને,

બહુ સારી પેઠે દવા ઓળખે છે.

દિલે શૂન્યએવા જખ્મો સહ્યા છે,

કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો,

છું ધીરજનો મેરુ, ખબર છે વફાને,

દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે.

શૂન્ય પાલનપુરી

Advertisements

No Responses to “ગઝલ-શૂન્ય પાલનપુરી”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: