સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

દહેજ………….

dowry.jpg

સમાજને કોરી ખાતી ઊધઇ છે દહેજ

પુરુષપ્રધાન વર્ગનું પ્રતિક છે દહેજ

નારી તું નારાયણીનું અપમાન કરવાતુ

સંસ્કારિતાને દેખાડવાનો અરીસો છે આ દહેજ

 

સમાજની પ્રગતિ અટકાવતું કલંક આ

પુરુષને દુષ્ટતા તરફ દોરી જાય છે આ દહેજ

સાસરિયામાં દહેજને નામે સળગાવાતી છોકરી

સુંદર છોકરીની જિંદગીને કુરૂપ બનાવે છે આ દહેજ

છોકરીનું પિયર જાણે વસ્તુની ફેકટરી

વસ્તુ માટે મારપીટ અને મેણાંટોણાં મરાવતું આ દહેજ

 

સ્ત્રીઓના સ્વપ્નોને રાખમાં ફેરવતું

હદયમાં ભડકતા દુ:ખના અંગારા છે આ દહેજ

આજે છોકરીમાં ગુણ નહીં પરંતુ તે દહેજમાં શું લાવી છે,

કિંમત છોકરીની નથી પરંતુ તે દહેજમાં શું લાવી છે

આ છે દહેજ

આ જ છે રાક્ષસરૂપી દહેજ

જાગૃતિ વાલાણી

Advertisements

2 Responses to “દહેજ………….”

 1. દહેજ એ સાચે જ સામાજીક દુષણ છે. દુ:ખની વાતઆ એ છે કે ઘણી વખત શિક્ષિત યુવાનો પણ એનો વિરોધ કરતાં નથી. જાગૃતિબેન, તમે લખવાનું ચાલુ જ રાખશો. આપણી ભાષાને જીવંત રાખવી જ રહી. જય.

 2. દહેજ સમ્બંધિત કવિતા ખુબજ ગમી. આમજ સાહિત્ય વિશે રુચિ બનાવી રાખો એવા શુભાશીષ.

  વિષય ગંભીર છે અને વિવાદાસ્પદ પણ છે.
  આ કવિતા ખરેખર એક અબળા નારી ની વ્યથા નું વર્ણન કરે છે.
  પરંતુ જેમ સિક્કા ને બે બાજુ હોય છે
  તેમ સમાજમાં એવી સ્ત્રીઓ પણ છે જેઓ દહેજ પ્રતિબંધક ધારા નો દુરુપયોગ અંગત સ્વાર્થની તૃપ્તિ માટે કરે છે.
  ભારતમાં સ્ત્રી જો ઇચ્છે તો એક પોલિસ ફરીયાદ કરી પતિ અને સાસરીયાપક્ષના તમામ વ્યક્તિને ઘડીભરમા
  જેલ ભેગા કરી શકે છે; છતાં આ કવિતા સ્ત્રીને અબળા નારી તરીકે પ્રસ્તુત કરે છે એ જાણી આશ્ચર્ય અને દુ:ખ.થાય છે.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: