સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

મારી દુનિયા

મારી દુનિયા વિશે વાત કરું તો મારો પરિવાર,મારા શિક્ષકો અને મારા મિત્રો….

પરંતુ ખરી રીતે જોવા જઇએ તો મારી દુનિયા શરૂ થાય છે મારા લાડીલા સ્વામિનારાયણ ભગવાનથી. જેમણે મને સારા અને સંસ્કારી કુટુંબમાં જન્મ આપ્યો.જેના માટે હું હંમેશા તેમની આભારી રહીશ

હવે વાત કરું તો મારો નાનકડો પણ સુખી પરિવાર જેમાં પપ્પામમ્મી અને બે નાના મજાના ભાઈ-બહેન. છોકરીઓ માટે મમ્મી તેમની મિત્ર હોય છે પરંતુ મારા સદ્-ભાગ્યે મારા પપ્પાને પણ હું મારા મિત્ર કહી શકું છું.મારા મમ્મીપપ્પાએ મને કોઇ પણ બંધનમાં ન બાંધતા હંમેશા મારા વિચારોને આવકાર્યા છે.મારી ઇચ્છાઓને માન આપ્યું છે.અને સૌથી મહત્વની વાત જણાવું તો જીવનમાં જયારે પણ મારા પગ લડખડયા તેમણે મને સંભાળી છે. આ છે મારા પ્યારા મોમ-ડેડ અને હું એમની જીંગલ…………

ભાઇ અને મારી little little sister વિશે વાત કરું તો અમારી એક અલગ દુનિયા તો નહિ પરંતુ એક ત્રિકોણ છે જેમાં કોઇને એકબીજા વગર ન ચાલે.હું જોબ કરું છુ તેથી ભાઇ સાથે તો વધારે સમય વીતાવી નથી શકતી પરંતુ મારી નાની બહેન નીશા જેને હું નાનકાના હુલામણાં નામથી બોલાવુ છું જ્યારે કલ્પેશભાઇ ને[મારાથી નાનો છે પણ ભાઇ કહીને બોલાવવાની આદત અને ખુશી છે] જોનના નામથી બોલાવું છું. જ્યારે તેઓ મને મોટી અને જાગબેનના નામથી સંબોધે છે.

શિક્ષકની અગત્યતા તો દરેક વ્યકિત જાણે છે એજ રીતે મારા જીવનમાં પણ શિક્ષકોએ મહત્વનો ભાગ ભજવ્યો છે.સ્કુલથી કોલેજ સુધીના સફરમાં દરેક શિક્ષકો મારા મિત્ર અને ફિલોસોફર રહ્યા છે.શિક્ષકોના નામની યાદી બનાવું તો ઘણું લાંબુ લીસ્ટ બને છતાં ઘણાં એવા શિક્ષકો છે જેના નામ લીધા વિના રહી ન શકું.
નૂતનબેન,સેજલબેન,શોભનાબેન, મયંકસર, દર્શનાબેન

મિત્રો વિશે ફરી કયારેક વાત કરીશ…….આ છે મારી લખવાની નવી શરૂઆત

Advertisements

4 Responses to “મારી દુનિયા”

  1. જાગ્રુતિબેન,

    તમારો બ્લોગ આજે જ મને વાંચવાં મળ્યો. સાથે સાથે તમારાં સાહિત્યને લગતાં વિચારો જાણવાની ખુબ મજા આવી.
    મારા બ્લોગ ‘બંસીનાદ’ http://bansinaad.wordpress.com ની પણ મુલાકાત સમય મળ્યે લેશો.

    જય.

  2. gurjar prakashan,a’bad has published a book called YASH GAATHAA GUJARAT NI… a unique book of anthology of poems about gujarat, gujarati lang & places of guj. on the occasion of complition of 60 yers of foundation of guj state & in the 75th year of foundation of the reputed publishing house, the book has just come out… WITH MY GHAZAL IN IT !! read if you all can…. thnx

  3. only creativity uplifts life. it gives thoughtlessness. it is very hard to achieve this but easy after avhivement.

  4. wah apno blog khubaj mast 6e.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: