સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

Archive for the 'Uncategorized' Category

હાઈકુ

26/03/07

ક્ષિતિજે સૂર્ય,
અહીં ઓસનાં અંગે
રંગ અપૂર્વ.
*
અર્ધ સોણલું
અર્ધ જાગૃતિ મળ્યાં
બાહુ બાહુમાં.
*
વરસે મેહ,
ભીનાં નળિયા નીચે
તરસ્યો નેહ.
*
વિદાય લેતું
અંધારું, તૃણ પર
આંસુને મેલી.
-રાજેન્દ્ર શાહ

રૂમાલ મારો લેતા જજો-લોકગીત

26/03/07

મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા [...]

હોળી મુબારક….

26/03/07

ગઝલ - મનોજ ખંડેરિયા

26/03/07

ફૂલે ફાલે ઘેઘૂર મનમાં બળાપો
યુગોથી ઊભાં તોય ખૂલે ન ઝાંપો
અચાનક સમયની સઘન ઝાડીમાંથી
આ સમજણ ઉપર કોણ મારે છે છાપો
કરે છે પ્રયત્નો મૂઠી વાળવા એ-
અહીં ભીંત પર છે જે કંકુનો થાપો
હવે સાંધશે કોણ એને ચીવટથી
આ સંબધને વસ્ત્ર આવ્યો છે ખાંપો
અહીં આ અવાજોના ધસમસ પ્રવાહે
જશે આપણા શબ્દનો કયાં તરાપો

મનોજ ખંડેરિયા