અક્ષર-મૂકેશ વૈદ્ય
અક્ષર મને સાંધે
મારા શૈશવ સાથે.
પલકારામાં
દિવસ વધીને વરસો થાય – એ વેગમાં
અવિરત ચાલ્યા કરવાનું
ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું
ને ઉઝરડાઓમાંથી વહી રહેલું
અસ્તિત્વ મને દેખાય.
દેખાય વહી જતો સમય ને હું
હું ક્યાં હતો ?
કાળી અંધારી ભોંય ઉપર
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો
તો ઊઘડે રસ્તો કદાચ.
-મૂકેશ વૈદ્ય
કાળી અંધારી ભોંય ઉપર
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો
તો ઊઘડે રસ્તો કદાચ….Wah..kya baat hai!! sundar
વિશ્વદીપ બારડ - 26/03/07 at 5.03 |