પ્રિયતમને…….
પામીને તને પામવાની ઝંખના તીવ્ર બનતી જાય છે.
તને ખોવાના ખ્યાલ માત્રથી હૃદય દ્વવી જાય છે
એવું શું છે તમારામાં
જે મને તમારાથી બાંધી રાખે છે
ભૂલી જવા મથું છું તમને
પણ ભૂલી શકતી નથી.
મળ્યા ત્યારે પામવાની ઝંખના
અને પામીને તને ખોવાની વ્યથા
શું તમે ક્યારેય એ સમજી શકશો?
કે પછી હું તમને ક્યારેય એ સમજાવી શકીશ!
– જાગૃતિ વાલાણી
your write up is soothing..loved it
do visit my blog
http://www.madhav.in
your comments and suggestions are most awaited.
thxnks
MADHAV DESAI - 26/03/07 at 5.03 |
અચૂક અનુભવતું એક અલિપ્ત અને અદભૂત ખેંચાણ ..ખુબ સુંદર ..આભાર
Dhaval Navneet - 26/03/07 at 5.03 |