ઘર
ધરતીનો છેડો છે ઘર
કૂંડાળામાં રોજ સફર
જે ના ઓળંગે ઉંબર,
એ ‘માને ઘર સચરાચર!’
ઘર માંહે ઊંડા સાગર….
ઘર માંહે ઊંચા ડુંગર….
સાંજે થતું: પહોચું ઘર!
બીજે દી લાગે પિંજર!!
છોડી અથવા છૂટી ગઈ જે,
ગોદ ક્યાં પામે આખર?!
કહે છે કે એ મીઠું મધરક,
આલીશાન અગર હો જર્જર!
કોઈ બડભાગી પામે બે!
કોઈ હૈયાકૂટો બેઘર!!
- બકુલેશ દેસાઈ
Loading...
ધરતીનો છેડો છે ઘર
કૂંડાળામાં રોજ સફર
ઘર માંહે ઊંડા સાગર….
ઘર માંહે ઊંચા ડુંગર….
કોઈ બડભાગી પામે બે!
કોઈ હૈયાકૂટો બેઘર !!
- ઘર વિશે સુંદર મુસલસલ ગઝલ.. આ શે’ર વધુ સ્પર્શી ગયા…
વિવેક ટેલર - 26/03/07 at 5.03
hi all !! heart felt thnx 2 all those who read & respond warmly
plz keep up the noble act of circulatin such poems…sorry i cann’t manage 2 type in guj fonts. my system has not it…
long live gujarat long live guj literature…….
bakulesh desai - 26/03/07 at 5.03
આભાર વિવેકભાઈ અને બકુલેશભાઈ
આપે મારા બ્લોગ પર અમુલ્ય પ્રતિભાવ આપ્યા…
jagruti valani - 26/03/07 at 5.03
it’s nice….feel very good after reading
tushar - 26/03/07 at 5.03
MAA-MHIMAA vishe ek ghazal chhe…
maa-aai-amma ke mom
janani ni bas, ek j kom
bhaarat-greace misar ke rome
baap suraj nemaataa som
baap gaa ho jo pardesh,
baa banati balbalti bhom
more of it later…. bakulesh
hope u all lik my poems as ever
bakulesh desai - 26/03/07 at 5.03