વાંસળી હૃદયની…
નિરાશ થઈ વાંસળી હૃદયની વગાડી હતી;
પ્રફુલ્લિત વસંતમાં શિશિરને જગાડી હતી !
રજેરજ પરાગથી સભર કેમ થૈ ના શકી ?
સુવાસિત અને લચી પડતી ફૂલવાડી હતી !
ઉરે જલન અગ્નિની, નયનથી વહે વાહિની,
અરે હૃદય મૂર્ખ તેં લગની ક્યાં લગાડી હતી ?
જરી નયન મીંચીને, સ્વપ્ન હીંચકો હીંચીને
સુષુપ્ત કંઈ ઊર્મિઓ પલકમાં જગાડી હતી !
ચલો સહચરો ! સહે ચલનની મઝા માણીએ !
દિલેદિલ મિલાવવા દિલથી બૂમ પાડી હતી !
ઊડે ભ્રમર બાગમાં, ગુનગુને મીઠા રાગમાં !
સુણી મિલન ગીત આંખ કળીએ ઉઘાડી હતી !
ન ભગ્ન થઈ જાય સુપ્ત કંઈ સૂરના તાર સૌ !
સિતાર હળવે અને સિફતથી ઉપાડી હતી !
- શેખાદમ આબુવાલા
Loading...
ખૂબ સુંદર ગઝલ… ફરીથી યાદ કરાવવા બદલ આભાર..
વિવેક ટેલર - 26/03/07 at 5.03
घणे वखते मुलाकात लीधी. सरस कलेवर… नवी गझलो अने कवीताओ पण मझानी छे.
Chirag Patel - 26/03/07 at 5.03