સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

તો કહું – રાજેન્દ્ર શુક્લ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!

- રાજેન્દ્ર શુક્લ

No Responses Yet to “તો કહું – રાજેન્દ્ર શુક્લ”

Leave a Reply