સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

વૃંદાવન મોરલી વાગે છે

images.jpg

વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે (૨)
તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન….
વૃંદા તે વનને મારગડે જાતાં દાણ દહીંના માગે છે. વૃંદાવન….
વૃંદા તે વનની કુંજગલીમાં, રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન….
પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો રાજે છે…વૃંદાવન….
કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલા! મુખ પર મોરલી શોભે છે… વૃંદાવન….
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન….
અમે સૂતાં’તાં ભર નિદ્રામાં નણદલ વેરણ જાગે છે. વૃંદાવન….
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન….

- મીરાંબાઈ

One Response to “વૃંદાવન મોરલી વાગે છે”

  1. ખુબ ધન્યવાદ તમને આ કવીતાની રજુઆત બદલ.
    ચોક્કસ ધોરણ યાદ નહીં પણ આ કવીતાનો સમાવેશ આપણા પાઠ્યક્રમમા હતો અને મને હજુ પણ આ કવીતા શબ્દશઃ યાદ સાંભરે છે.

    Hiren - 26/03/07 at 5.03

Leave a Reply