સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

જીવનની સમી સાંજે…..

ખુશ્બુમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલાં જામ હતાં
શું આંસુનો ભૂતકાળ હતો, શું આંસુનાં પણ નામ હતાં?

થોડાક ખુલાસા કરવા’તા, થોડીક શિકાયત કરવી’તી
ઓ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતાં

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં

જે પેલા ખૂણે બેઠા છે એ, સૈફ છે મિત્રો જાણો છો?
એ કેવા ચંચલ જીવ હતાં, ને કેવા રમતારામ હતા!

- સૈફ પાલનપુરી

3 Responses to “જીવનની સમી સાંજે…..”

  1. સૈફ સાહેબની સદાબહાર કૃતિ… પણ આ તમારા બ્લૉગ પર તારીખવાળું કંઈ પકડાતું નથી હજી/…

  2. મારી પ્રિય ક્રુતિ…..
    જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
    બહુ ઓછાં પાનાં જોઈ શકયો, બહુ અંગત અંગત નામ હતાં

  3. aje khabar padi k aa akhi ek gazal chhe….. atyar sudhi 2 j line avdti hati…!!!


Leave a Reply