સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

કવિતા કરવી છે-જયન્ત પાઠક

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

- જયન્ત પાઠક

One Response to “કવિતા કરવી છે-જયન્ત પાઠક”

  1. કવિતા કરવા વિશેની આ કવિતા વાંચીએ ત્યારે જયંત પાઠકની જ કવિતા ન કરવા વિશેની એક કવિતા પણ વાંચવાનું ચૂકાવું ન જોઈએ:

    http://layastaro.com/?p=966


Leave a Reply