સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

રેશમી ક્ષણ-ડૉ.રશીદ મીર

એમના પણને સાચવી લઈએ,
રેશમી ક્ષણને સાચવી લઈએ.

મૃગજળોનો ભરમ રહી જાએ,
એમ કૈં રણને સાચવી લઈએ.

આપમેળે થશે ખુલાસાઓ,
પહેલાં સગપણને સાચવી લઈએ.

એ જ અસલી છે આપણો ચહેરો,
એ જ દર્પણને સાચવી લઈએ.

તે પછીથી નિરાંતે ભીંજાશું,
ઓણ શ્રાવણને સાચવી લઈએ.

સ્વર્ગ ચાલીને આવશે સામે,
માના ધાવણને સાચવી લઈએ.

‘મીર’ પોતાને ખોઈ બેસીને,
માત્ર એક જણને સાચવી લઈએ

One Response to “રેશમી ક્ષણ-ડૉ.રશીદ મીર”

  1. ઘણા સમય પછી આ ગલીમાં ભૂલો પડ્યો છું. આપના કામની નિયમિતતા અને કાવ્યની પસંદગી સરાહનીય છે. ખૂબ ખૂબ અભિનંદન….

    દરેક કાવ્યની પોસ્ટીંગ-તારીખ એક જ કેમ છે?


Leave a Reply