સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

વેરી થઈને – સુરેશ દલાલ

દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને,
અમૃતનો એક કુંભ અંતે પ્રકટે ઝેરી થઈને

તનોમંથન ને મનોમંથન
કે મંથનનું એક ગામ
દુકાળ ને અતિવૃષ્ટિથી
આ જીવન થયું બદનામ

દાવાનળમાં મનોરથોને સાવ વધેરી દઈને
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને.

પગ અટક્યા છે, આંખે ઝાંખપ
કાનનો અવાજ ન ઊકલે
થાકથાકની ધાક શરીરમાં
પેઠી તે નહીં નીકળે

ઊભો થઈશ કે નહીં : ખાટલો આ ખંખેરી દઈને ?
દોસ્ત જેવું આ શરીર મારું વીફરે વેરી થઈને.

No Responses to “વેરી થઈને – સુરેશ દલાલ”

Leave a Reply