હસતી રમતી કન્યા…
હસતી રમતી કન્યા કુંવારી
ઉંમર હશે કાંઈ સોળ વાળી
અલગ વિચારો અલગ અંદાજ
કરે કામ તો કયારેય નહિ વિચારી
સમય વિતતો ગયો
તે ના રહી હવે કન્યા કુંવારી
જે હસતી હતી કાલે તે
આજે ચૂપ ચૂપ થઈ ગઈ છે બિચારી
લાગ્યો એને પ્રેમરોગ અને દુનિયા જાણે બદલાણી
આજે કાંઈ પણ કરે છે તો વિચારી વિચારી……
- જાગૃતિ વાલાણી
Loading...