સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

તારું રૂપ

તારું રૂપ હિમાલયના કણકણમાં
સૂર્યનાં કિરણોમાં ઊભરાય

તારું રૂપ ઝળહળે હવામાં
ખળખળ વહે ઝરામાં

તારું રૂપ જડાય આકાશે
તારકે તારકે શોભે

તારું રૂપ સપ્તપાતાળ ઝળકે
સુક્ષ્મ રૂપે સમજાવે બ્રહ્મનાદે

તારું રૂપ આમ વ્યાપેલું એવુ
શોધું છું ભીતરમાં-પ્રેમે

મહાલય, મિલ, ખેતર, ઝૂંપડી
ખૂંદી વળ્યો બધે

નાજુક રૂપે શોભે માનવમાં
હૈયે હૈયે આકારાય

- ગિરીશ કાનેટકર

અનુ. નલિની માડગાંવકર

No Responses Yet to “તારું રૂપ”

Leave a Reply