શબ્દ- વામન નિંબાળકર
શબ્દોથી જ પેટે છે ઘરબાર, દેશ
અને માણસો પણ.
શબ્દો બુઝાવે છે આગ પણ
શબ્દોથી પેટેલા માણસોની.
શબ્દો ન હોત તો ઊડયા ન હોત
આંખમાંથી આગના તણખા
વહ્યાં ન હોત આંસુનાં મહાપુર.
આવ્યું ન હોત પાસે કોઈ
ગયું ન હોત દૂર-
શબ્દો ન હોત તો.
- વામન નિંબાળકર
અનુવાદ: દિનેશ દલાલ
Loading...
સબળ રચના….
વિવેક - 26/03/07 at 5.03