ઘર - નિરંજન ભગત
આ ઘર તમે કોને કહો છો ?
જ્યાં ટપાલી પત્ર લાવે,
શોધતા વણશોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે,
ક્યારેક આવી પડે;
જેનું બધાને ઠામઠેકાણું તમે આપી શકો
તેને તમે શું ઘર કહો છો ?
તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખાં,
ભાર – ટોપીનોય – માથેથી ઉતારીને,
અને આ હાથ બે પ્હોળા કરીને ‘હાશ’ ક્હો;
જ્યાં સર્વનાં મુખ જોઈ તમને સ્હેજમાં મલકી ઊઠે
ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી ?
તે ઘર તમે કોને કહો છો ?
- નિરંજન ભગત
Loading...
પણ આ પ્રશ્નર્થ કેમ ?
પ્રતીક : Pratik - 26/03/07 at 5.03