સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

વાલમ તારે ફળિયે

વાલમ તારે ફળિયે હું તો વહાલ થઈને વરસું,
ઝરમર ઝરમર વરસું તોયે સરવર થઈને તરસું.

બંધ ઓરડે અબોલ હૈયાં ધીમું ધીમું મલકે,
પારિજાતનાં ખરખર ખરતાં ફૂલ બનીને છલકે.

બંદ બનીને ઝરતી નરવી લાગણીઓની ભાષા,
આવ, આવ હે રાત ! સૂરજની કેમ કરું હું આશા !

અણધારી વૃષ્ટિની ધારે ધારે સાજન ભીંજ્યાં,
ખોબે ખોબે નેહ પીધો, ને નવાં નવાણો સીંચ્યાં.

- નલીની માડગાંવકર

No Responses to “વાલમ તારે ફળિયે”

Leave a Reply