સ્પંદનના ઝરણાં……
જાગૃતિ વાલાણીનો સ્વરચિત અને મનગમતી કવિતાનો બ્લોગ

મંદિર તારું વિશ્વરૂપાળું…..

મંદિર તારું વિશ્વરૂપાળું, સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.
નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.
વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું કયાં છુપાયો, શોધે બાળ અધીરા રે.

- જયંતીલાલ આચાર્ય

No Responses to “મંદિર તારું વિશ્વરૂપાળું…..”

Leave a Reply