લાડકડી
પીઠી ચોળી લાડકડી!
ચૂંદડી ઓઢી લાડકડી!
ચૂંદડીએ ધબકારા ઢાંક્યા
ને કરમાં કર સોંપ્યા લાડકડી!
મીઠી આવો લાડકડી!
કેમ કહું જાઓ લાડકડી?
તું શાની સાપનો ભારો?
તું તુલસીનો કયારો લાડકડી!
ચરકલડી ચાલી લાડકડી,
રહેશે ના ઝાલી લાડકડી!
આછેરી શીમળાની છાયા:
એવી તારી માયા લાડકડી!
સોડમાં લીધાં લાડકડી!
આંખભરી પીધાં લાડકડી!
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
ને પારકાં કીધાં લાડકડી!
- બાલમુકુંદ દવે
Loading...
હીબકાંને હૈયામાં રૂંધ્યાં
ને પારકાં કીધાં લાડકડી!
Nice poem.
પંચમ શુક્લ - 26/03/07 at 5.03
સંસ્કારે સીંચી લાડકડી
ગૌરવ અપાવે લાડકડી
pravinash1 - 26/03/07 at 5.03