
કેવડો લીલો ને લીલી લીમડી રે,
લીલુડાં ભાઈ ને બહેનનાં હેત;
દેવની દીધેલ ભાઈબહેન બેલડી રે.
મોરલો સૂનો ને સૂની વાદળી રે,
વિખૂટાં બેઉ ઝૂરે પરદેશ; દેવની….
મોગરો ડોલે ને ફરકે પાંદડી રે,
ભાઈબહેન હઈયે રસ સંકેત; દેવની….
મેહુલો બોલે ને ઝબૂકે વીજળી રે,
ભાઈબહેન ઝીલે અબોલ સંદેશ; દેવની…
- દેશળજી પરમાર